સ્ટેચ્યુ ઓફ યુનિટી ને 360 ડિગ્રી વ્યું માં જોવો
સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતની એકતાના પ્રતિક અને પ્રેરણાપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલ દ્વારા દેશ માટે કરવામાં આવેલ અમુલ્ય કામગીરીની યાદ માટે માનનીય વડાપ્રઘાન નરેન્દ્ર મોદીએ તેમના ગુજરાતના મુખ્યમંત્રી પદના 10મા વર્ષની શરૂઆત પર તા. 7 ઓક્ટોબર 2010ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારક બનાવવાની જાહેરાત કરી હતી. સરદાર વલ્લભભાઈ પટેલની આ પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. આ પ્રતિમા સરદાર સરોવર બંધની સન્મુખ બંધ સ્થળથી 3.2 કિલોમિટરના અંતરે આવેલી છે.
આ વિરાટ પ્રતિમા ભારતના ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લામાં નર્મદાકિનારે આવેલા કેવડિયા નજીક વિંધ્યાચળ અને સાતપુડા પર્વતની ગિરિમાળાઓની વચ્ચે આવેલ સાધુ બેટ પર તૈયાર કરવામાં આવેલી છે. હજુ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણને માંડ 3 વર્ષ જેટલો જ સમય થયેલ છે તેમ છતાં તે ભારતના સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળોમાં સ્થાન મેળવી લીઘુ છે. 15 માર્ચ 2021 સુધીમાં 50 લાખ કરતાં ૫ણ વઘુ પ્રવાસીઓએ આ સ્મારકની મુલાકાત લીધી હતી
સ્ટેચ્યુ ઓફ યુનિટી ને 360 ડિગ્રી વ્યું માં જોવો – Click here
