Gujarat Krushi Rahat Package : ગુજરાત રાજ્યમાં તાજેતરના કમોસમી વરસાદને પરીણામે ખેડૂતોના ઊભા પાકને થયેલા વ્યાપક નુકસાન સામે રાહત સહાય પેકેજ જાહેર કરેલુ છે. આ કૃષિ રાહત પેકેજ સહાય પેકેજ અંતર્ગત 9,815 કરોડ રૂપિયા ધરતીપુત્રોને થયેલા નુકસાનની સહાય પેટે ફાળવવામાં આવ્યા છે. ત્યારે ગુજરાત રાજ્ય સરકારના કૃષિ વિભાગે જાહેર કરેલા કૃષિ રાહત પેકેજ ઠરાવની જાહેરાત કરતાં કહ્યું કે, આ પેકેજનો લાભ મેળવવા માટે 14 નવેમ્બર શુક્રવાર બપોરે 12 કલાકથી 15 દિવસ સુધી ઓનલાઇન પોર્ટલ કાર્યરત કરાશે.
વાસ્તવિક અપડેટ
- ગુજરાત સરકારના 10,000 કરોડના કૃષિ રાહત પેકેજ હેઠળ:
- પ્રતિ હેક્ટર 22,000 સહાય (મહત્તમ 2 હેક્ટર – કુલ 44,000 સુધી).
- આ સહાય DBT દ્વારા સીધી બેંક ખાતામાં જમા થઈ રહી છે.
- અત્યાર સુધીમાં 6,805 કરોડથી વધુની રકમ 22.9 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં જમા થઈ ચૂકી છે ડિસેમ્બર 2025ના મધ્યમાં
તમારું નામ લિસ્ટમાં છે કે નહીં, કેવી રીતે ચેક કરવું?
- સત્તાવાર પોર્ટલ પર જ જાઓ:
- વેબસાઇટ: https://krp.gujarat.gov.in
- અહીં તમારી અરજીનો સ્ટેટસ ચેક કરો (અરજી નંબર, આધાર અથવા મોબાઇલ નંબરથી).
- જો અરજી કરી હોય તો પૈસા જમા થયા છે કે નહીં, તે પણ જોઈ શકો છો.
કૃષિ રાહત પેકેજનો લાભ કેવી રીતે મેળવી શકાશે ?
આ કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે તમામ ખેડૂતોએ કૃષિ રાહત પેકેજ-KRP પોર્ટલ https://krp.gujarat.gov.in/ પર ગ્રામ પંચાયતના VCE/VLE મારફત ઓનલાઇન અરજી કરવાની રહેશેજે ઠરાવ મુજબના સાધનિક કાગળો સાથે નિયમાનુસાર પાત્રતા ધરાવતા ખેડૂતો દ્વારા VCE/VLE મારફત અરજી કરવાની રહેશે. ખેડૂતોએ ઓનલાઇન અરજી કરવા માટે કોઈ ચૂકવણું કરવાનું રહેશે નહીં. આ પેકેજ અંતર્ગત ખેડૂતોને સહાય PFMS/RTGS મારફત DBT પદ્ધતિથી લાભાર્થીના બૅન્ક ખાતામાં સીધી જમા કરવામાં આવશે. આ માટે 16,500 થી વધુ ગામોનું ઓનલાઇન અરજી માટે પોર્ટલ સાથે મેપિંગ કરવામાં આવશે
કૃષિ રાહત પેકેજ સહાયની ચૂકવણી સીધી બેંક ખાતામાં
આ પેકેજ અંતર્ગત ખેડૂતોને સહાયની રકમ PFMS/RTGS મારફત DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) પદ્ધતિથી સીધી લાભાર્થી ખેડૂતના બૅન્ક ખાતામાં જમા કરવામાં આવશે. આ પ્રક્રિયાને સુનિશ્ચિત કરવા માટે રાજ્યના 16,500થી વધુ ગામોનું ઓનલાઇન પોર્ટલ સાથે મેપિંગ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.
ગુજરાત કૃષિ રાહત પેકેજ પાત્રતા
- ખેતીની જમીન ખેડૂતના નામે હોવી જોઈએ
- કમસામી વરસાદ/કરા વાવાઝોડાને કારણે પાકને થયેલ નુકસાન
- આધાર સાથે જોડાયેલ બેંક ખાતું
- સર્વેક્ષણની સ્થિતિ વાંધો નથી
- ભાડૂત ખેડૂતોએ તેમનો લીઝ કરાર અપલોડ કરવો આવશ્યક છે
સાવધાની અને સલાહ
- કોઈપણ અજાણ્યા WhatsApp/ SMS મેસેજના લિંક પર ક્લિક ન કરો – તેમાંથી તમારી માહિતી અને પૈસા ચોરાઈ શકે છે.
- આવા ફ્રોડ મેસેજ મળે તો તરત રિપોર્ટ કરો:
- નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન: 1930 પર કૉલ કરો.
- ઓનલાઇન રિપોર્ટ: https://cybercrime.gov.in પર જઈને કમ્પ્લેઇન્ટ ફાઇલ કરો.
ગુજરાત કૃષિ રાહત પેકેજ ઓનલાઈન અરજી માટે જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ
- 7/12, 8-એ (જમીન રેકોર્ડ)
- બેંક પાસબુક
- મોબાઈલ નંબર
- ખેડૂતનો ફોટો
- લીઝ કરાર જો જમીન ભાડે હોય તો